-કોંગ્રેસનાં
પ્રચાર અભિયાનના પ્રારંભે વિપક્ષી નેતાના પ્રહાર : ભાજપ નફરત ફેલાવે છે
-મોદી
માનસિક રીતે હાર્યા, આત્મવિશ્વાસ નથી : રાહુલ
શ્રીનગર,
તા. 4 : કાશ્મીર વિધાનસભામાં ચૂંટણીનાં પ્રથમ ચરણ માટે કોંગ્રેસે બુધવારથી પ્રચાર અભિયાનનો
પ્રારંભ કર્યો હતો. સ્ટાર પ્રચારક અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રામબન અને અનંતનાગમાં
સભાઓ સંબોધતાં ભાજપ, આરએસએસ અને વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા.
સંગલદાન
(રામબન)માં સભા સંબોધતાં રાહુલે કહ્યું હતું કે, કાશ્મીર પાસેથી રાજ્યનો દરજ્જો છીનવી
લેવાની ઘટના ઇતિહાસમાં પહેલીવાર બની છે. કોંગ્રેસની સરકાર રચાશે તો અમારો પહેલો ફેંસલો
દરજ્જો પાછો આપવાનો હશે.
ભાજપ
અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ?(આરએસએસ) દેશમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. અમે મહોબ્બત
ફેલાવી રહ્યા છીએ. નફરતને મહોબ્બતથી જ હરાવી
શકાય છે, તેવું કોંગ્રેસ સાંસદે કહ્યું હતું.
રાહુલે
એવા પ્રહાર કર્યા હતા કે, કાશ્મીરીઓનો માત્ર રાજ્યનો દરજ્જો જ પાછો નથી ખેંચાયો, પરંતુ
આપના અધિકાર અને ધન પણ છીનવી લેવાયાં છે.
કોંગ્રેસ
સરકાર રચ્યા પછી તમામ ખાલી જગ્યાઓ ભરશે અને વયમર્યાદા 40 વર્ષ સુધીની કરી દેશે, તેવો
કોલ તેમણે આપ્યો હતો. વડાપ્રધાન પર કટાક્ષ કરતાં રાહુલે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી
વખતે પહોળી છાતી કરીને આવતા હવે મોદીના ખભા ઝુકી ગયા છે. કોંગ્રેસનાં મોવડી સોનિયા
ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી સભાઓ સંબોધશે.