-રાહુલ
ગાંધીને મળ્યા, કોંગ્રેસની ટિકિટ ફાઈનલ?
નવી
દિલ્હી, તા.4 : સ્ટાર રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા હરિયાણાની આગામી વિધાનસભા
ચૂંટણી લડી શકે છે. બન્ને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા જેથી તેઓ કોંગ્રેસની
ટિકિટ પર ચૂંટણી લડશે તેવી અટકળો તેજ બની છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી
વેણુગોપાલને પણ મળ્યા હતા.
વિનેશના
પિતાના મોટાભાઈ મહાવીર ફોગાટે કહ્યું કે વિનેશ અને બજરંગ કોંગ્રેસમાં જોડાવા માટે દિલ્હી
પહોંચ્યા છે બન્ને કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસના
સૂત્રો અનુસાર પાર્ટીએ વિનેશને 3 અને બજરંગને ર બેઠકથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો
છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ પહેલવાનોના આંદોલનમાં બન્ને મુખ્ય ચહેરો હતા અને કોંગ્રેસ
ઈચ્છે છે કે બન્ને વિધાનસભા ચૂંટણી લડે. વિનેશ અને બજરંગ બન્ને સ્પોર્ટસ ક્વોટાથી સરકારી
નોકરી કરે છે જેથી ચૂંટણી લડતા પહેલા રાજીનામું આપી શકે છે.