• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

બ્રુનેઈની રાજધાનીથી ચેન્નઈ સુધી સીધી વિમાન સેવા શરૂ થશે

- મોદીની મુલાકાત દરમિયાન બ્રુનેઈ સાથે રક્ષા અને અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ માટે પણ સમજૂતિ

નવી દિલ્હી, તા. 4 : બ્રુનેઈની રાજધાની બાંદર સેરી બેગાવાન અને ભારતના ચેન્નઈ વચ્ચે સીધી વિમાન સેવા શરૂ થશે. આ એલાન પીએમ મોદીની બ્રુનેઈની યાત્રા દરમિયાન કરવામાં આવ્યું છે. સીધી વિમાન સેવા ઉપરાંત બન્ને દેશે રક્ષા, અંતરિક્ષ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધના ક્ષેત્રમાં પણ પરસ્પર સહયોગી વધારવા માટે સહમતિ વ્યક્ત

કરી છે.

પીએમ મોદીની યાત્રા દરમિયાન બન્ને દેશ વચ્ચે થયેલી સમજૂતિથી ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાનું અનુમાન છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત અને બ્રુનેઈએ સેટેલાઈટ અને લોન્ચિંગ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલીકમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહયોગ માટે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદી અને બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયાએ બુધવારે એક દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો મામલે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બન્ને નેતાઓએ બાંદર સેરી બગાવાનથી ચેન્નઈ વચ્ચે સીધી વિમાન સેવા શરૂ થવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024