-વૈજ્ઞાનિકોને
એન્ટિ એજિંગ દવા બનાવવા આદેશ, 2030નો ટાર્ગેટ
મોસ્કો,
તા.4 : યુક્રેનને છેલ્લા બે વર્ષથી સૈન્ય શક્તિથી ધમરોળી રહેલા રશિયાના રાષ્ટ્રપતિ
પુતિન વૃદ્ધાવસ્થાથી ડરી ગયા હોય તેમ વૈજ્ઞાનિકોને વૃદ્ધાવસ્થા રોકતી દવા બનાવવા આદેશ
આપ્યાનું સામે આવ્યું છે.
મીડિયા
રિપોર્ટસ અનુસાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાની અને સાથી મંત્રીઓની વધતી ઉંમરથી
ચિંતિત છે અને ઈચ્છે છે કે તેમની વધતી ઉંમરને રોકવામાં આવે. રશિયાનું સ્વાસ્થ્ય મંત્રાલય
હરકતમાં છે અને વૃદ્ધાવસ્થા રોકતી દવા બનાવવા આ વર્ષે જૂનમાં એક ઔપચારિક આદેશ જારી
કર્યો હતો. સાથે લક્ષ્યાંક પણ અપાયો કે વર્ષ ર030 સુધીમાં 17પ000 વૃદ્ધોની ઉંમર આગળ
વધતી રોકવાની છે. પુતિન સરકાર તરફથી આવો આદેશ મળતાં વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠયા છે. આવું
પહેલીવાર બન્યું છે કે આટલા ઓછા સમયમા આવી નોટિસથી આદેશ
આવ્યો
છે.
યુક્રેન
સાથેના યુદ્ધમાં રશિયન સૈન્યના યુવા સૈનિકો મોટી સંખ્યામાં હતાહત થયા છે. સૈન્યમાં
વૃદ્ધોની સંખ્યા હવે વધુ છે. જેથી પુતિન સરકાર વૃદ્ધાવસ્થા રોકવાની યોજના પર મોટું
રોકાણ કરી રહી છે. તાજેતરમાં મોસ્કો ખાતે ઉપ પ્રધાનમંત્રી તાત્યાના ગોલિકોવાએ લાંબા
આયુષ્ય અને વૃદ્ધાવસ્થામાં બીમારીઓને રોતી આધુનિક ટેકનિક વિકસાવવા સરકારની યોજનાનો
શુભારંભ કર્યો હતો. રશિયાની સરકાર વહેલી તકે એન્ટિ એજિંગ દવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે
કે રશિયામાં નાગરિકોનું સરેરાશ આયુષ્ય 73.ર4 વર્ષ છે.