-વકફ બીલ માટે બનેલી સંસદીય સમિતિને પત્ર લખ્યો : કિરેન રિજિજૂએ આશ્વાસન આપ્યું
નવી
દિલ્હી, તા. 30 : કેરળના એર્નાકુલમ જિલ્લામાં 600થી વધારે ખ્રિસ્તી પરિવારે વકફ બોર્ડ
સામે સંસદીય સમિતિમાં ફરીયાદ કરી છે. આ પરિવારોનો આરોપ છે કે તેની જમીનને વકફ બોર્ડ
પોતાની સંપત્તિ ગણાવી રહ્યું છે. આ પરિવારને પોતાની જમીનમાંથી બેદખલ કરી દેવામાં આવશે
તેવો ડર છે. સિરો-માલાબાર ચર્ચ અને કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલ જેવા પ્રમુખ સંગઠનોએ
વકફ (સંશોધન) વિધેયક 2024ના સંબંધમાં બનાવેલી સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ ફરીયાદ કરીને
મુદ્દાનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે.
મળતી
વિગત પ્રમાણે કોચ્ચિના માછીમારોના ગામ ચેરાઈમાં લગભગ 610 પરિવાર એવા ભયમાં જીવી રહ્યા
છે કે વકફ બોર્ડ તેઓને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે કારણ કે વકફ બોર્ડ સંપત્તિ ઉપર
દાવો કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સિરો માલાબાર ચર્ચા અને કેસીબીસી
દ્વારા લખવામાં આવેલા પત્રોને એક્સ ઉપર શેર કરતા આશ્વાસન આપયું હતું કે પરિવારોની ફરિયાદનું
સમાધાન કરવામાં આવશે.
રિજિજૂએ
લખ્યું છે કે વકફ ભૂમિનો મુદ્દો વિભિન્ન સમુદાયના લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. તે
જોઈને દુ:ખ થાય છે કે પ્રતિષ્ઠિત ઈસાઈ નેતાઓએ આ રીતે પોતાની પીડા વ્યક્ત કરવી પડી રહી
છે. તેઓ આશ્વસન આપી રહ્યા છે કે ફરિયાદોનું સમાધાન કરવામાં આશે. આ ઉપરાંત સંયુક્ત સંસદીય
સમિતિ ઉપર પણ ભરોસો વ્યક્ત કર્યો છે.