26 રાફેલની ખરીદી માટે ભારતે આપી દીધી ફાઇનલ ઓફર
નવી
દિલ્હી, તા. 30 : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સોમવારથી બે દિવસના પ્રવાસે
ફ્રાન્સ જઈ રહ્યા હતા. ફ્રાન્સમાં તેઓ શીર્ષ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. કહેવાય છે
કે તેઓ મુખ્ય રીતે રાફેલ સોદા અંગે વાતચીત કરવા માટે ફ્રાન્સ પહોંચી રહ્યા છે. થોડા
સમય પહેલા ફ્રાન્સ તરફથી રાફેલ ડીલને લઈને વિસ્તૃત ઓફર ભારત સાથે શેર કરવામાં આવી હતી.
ચાલુ વર્ષના અંત સુધીમાં વાતચીતને પરિણામ સુધી લઈ જઈને કોન્ટ્રાક્ટને ફાઇનલ કરવાની
તૈયારી ચાલી રહી છે. તો ડોભાલના પ્રવાસ પહેલા ફ્રાન્સની કંપની કિંમત ઘટાડીને ફાઇનલ
ઓફર કરી દીધી છે.
ભારતીય
નૌકાદળ માટે આ સોદો ખુબ જ ફાયદારૂપ બની શકે છે. રશિયામાં બનેલા મીગ-29કે વિમાન સાથે
નૌકાદળમાં નવા રાફેલ વિમાન સામેલ કરવાનો પ્લાન છે. રિપોર્ટ અનુસાર ફ્રાન્સ સાથે રાફેલ
ડીલ ફાઇનલ થશે નૌકાદળના મીગ 29કે વિમાનને રાફેલનાં વિમાનોથી રિપ્લેસ કરી દેવામાં આવશે.
આ સોદામાં 22 સિંગલ સીટના રાફેલ મરિન એરક્રાફ્ટ અને ચાર ટુ સીટર ટ્રેનર વર્ઝન એરક્રાફ્ટ
સામેલ થઈ શકે છે.