• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

F&O ટ્રેડિંગ ઉપર લગામ કસતું સેબી

-લોટ સાઈઝ મોટી થશે : એક્સચેન્જ દીઠ એક જ ઈન્ડેક્સની એક્સપાયરી વીકલી રહેશે

 

નવી દિલ્હી, તા.1: શેરબજારમાં વિશેષ કરીને ફ્યુચર એન્ડ ઓપ્શનનું ટ્રેડિંગ કરતાં 90 ટકા જેટલા લોકો નુકસાન કરતાં હોવાનાં અહેવાલ વચ્ચે રોકાણકારોનાં હિતને ધ્યાને રાખીને એફ એન્ડ ઓ ટ્રેડિંગ માટેનાં નિયમોમાં કેટલાક મહત્ત્વનાં ફેરફારો કરતો પરિપત્ર આજે જારી કરી દીધો છે અને તેમાં સૌથી મોટો ફર્ક લોટ સાઈઝનો થવાનો છે. સેબીએ કોન્ટ્રાક્ટનું કદ પાંચ લાખથી દસ લાખ રૂપિયાથી વધારીને 1પ લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો હોવાથી હવે નિફ્ટી-બેન્ક નિફ્ટી સહિત તમામ ઈન્ડેક્સનાં એફએન્ડઓમાં લોટ સાઈઝ મોટી થઈ જશે. આ સીવાય બધી એક્સચેન્જ પોતાનાં કોઈપણ એક ઈન્ડેક્સમાં જ વિકલી એટલે કે સાપ્તાહિક એક્સપાયરી આપી શકશે. બાકી બધા ઈન્ડેક્સનાં ટ્રેડિંગ માસિક એક્સપાયરીમાં થશે.

સેબીએ જારી કરેલા નવા કડક નિયમો અનુસાર હવે તમામ બ્રોકરોએ ઓપ્શન ખરીદતા લોકો પાસેથી અપફ્રન્ટ પ્રિમિયમ વસૂલવું પડશે. એફએન્ડઓનાં આ નવા નિયમો 20 નવેમ્બરથી લાગુ થવાનાં છે. ઓપ્શન એક્સપાયરીનાં દિવસે શોર્ટ ઓપ્શન કોન્ટ્રાક્ટ માટે 2 ટકા વધારાનું માર્જિન ચૂકવવું પડશે. આ નિયમ ઓપ્શન ખરીદનારને નહીં પણ વેંચનાર ટ્રેડરને અસર કરશે. આ ઉપરાંત પોઝિશન લિમિટનું ઈન્ટ્રા-ડે મોનિટરિંગ કરવામાં આવશે. આ નિયમનો અમલ 1 એપ્રિલ 202પથી કરવામાં આવશે. જ્યારે ઓપ્શન પ્રિમિયમ અને વધેલા માર્જિનનો નિયમ ફેબ્રુઆરી 202પથી અમલી બનશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024