નવી દિલ્હી, તા. 1 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના આર્થિક પરિષદના સલાહકાર બિબેક દેબરોયનું નિધન થયું છે. 69 વર્ષિય દેબરોયનું
નિધન શુક્રવારે સવારે થયું હતું. તેઓ એક અર્થશાત્રી હોવાથી સાથે પ્રખ્યાત લેખક પણ હતા.
દેબરોયને ભારતીય અર્થવ્યવસ્થામાં તેમના યોગદાન માટે ઓળખવામાં આવે છે. તેમણે ભારતીય
આર્થિક નીતિઓને આકાર આપવામાં પ્રાથમિક ભૂમિકા ભજવી છે. પીએમ મોદીએ દેબરોયના નિધન ઉપર
શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એક્સ ઉપર પોસ્ટ મારફતે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ
મોદીએ લખ્યું હતું કે બિબેક દેબરોય એક મહાન વિદ્વાન હતા. જે અર્થશાત્ર, ઈતિહાસ, સંસ્કૃતિ,
રાજનીતિ, આધ્યાત્મિકતા અને અન્યમાં પારંગત હતા. સાર્વજનિક નીતિમાં તેઓનું યોગદાન ખુબ
જ મહત્વપુર્ણ છે. ઉલ્લેખનિય છે કે બિબેક દેબરોયનો જન્મ 25 જાન્યુઆરી 1955માં મેઘાલયના
શિલાંગમાં થયો હતો. યોજના આયોગની જગ્યાએ મોદી સરકાર નીતિ આયોગ લાવી ત્યારે દેબરોયને
તેમાં જગ્યા મળી હતી. 2015માં તેઓ સ્થાયી સભ્ય બન્યા હતા અને 2019 સુધી રહ્યા હતા.
2017માં દેબરોયને પીએમની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.