• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

જમ્મુ-કાશ્મીર વિધાનસભાનાં પહેલા સત્રની હોબાળાભેર શરૂઆત

નવી દિલ્હી, તા.પ: આશરે 6 વર્ષનાં લાંબા ગાળા પછી મળેલા જમ્મુ-કાશ્મીર વિધાનસભાનાં પ્રથમ સત્રની શરૂઆત જ ભારે હંગામા સાથે થઈ છે. સોમવારે બોલાવવામાં આવેલા સત્રમાં જ્યારે પીડીપીનાં વિધાયક વહીદ પર્રાએ કેન્દ્ર દ્વારા બેઅસર કરી નાખવામાં આવેલી કલમ 370 વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે ભાજપ અને પીડીપીનાં ધારાસભ્યો વચ્ચે ભારે હૂંસાતૂસી થઈ હતી અને હાલત વણસીને ઉગ્ર બોલાચાલી અને હોબાળામાં ફેરવાઈ ગઈ હતી.

જમ્મુ-કાશ્મીર વિધાનસભાનાં પહેલા સત્રનાં પહેલા દિવસે 7 વખત વિધાયક રહી ચૂકેલા અને નેશનલ કોન્ફરન્સનાં નેતા અબ્દુલ રાથરને સર્વાનુમતે અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતાં. જ્યારે પર્રાએ કહ્યું કે, તેમણે 2019માં સંસદ દ્વારા બેઅસર કરવામાં આવેલી કલમ 370 અને વિશેષ રાજ્યનાં દરજ્જાની વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરું છે અને તેમણે આ દરખાસ્ત વાંચવાની શરૂઆત પણ કરી. જેને પગલે ભાજપનાં વિધાયકો તરફથી આકરો પ્રતિરોધ કરવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યો હતો. આ હંગામા વચ્ચે હસ્તક્ષેપ કરતાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ પ્રસ્તાવનો ઉદ્દેશ માત્ર ચકચારનો નહોતો. કેટલાક સદસ્ય આવો પ્રસ્તાવ પેશ કરી શકે છે તેની તો જાણકારી હતી પણ પહેલા દિવસે જ આવું કરવામાં આવશે તેનો અંદાજ નહોતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024