કાશ્મીર
પોલીસે 56 સ્થળે દરોડા પાડી ઘણા આતંકી સમર્થકોને પકડયા
નવી
દિલ્હી, તા. 27 : કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ નિર્ણય કર્યો છે કે જમ્મુ શહેરમાં એનએસજી
કમાન્ડોની ટાસ્ક ફોર્સ સ્થાયી રૂપથી હાજર રહેશે. આ ટાસ્ક ફોર્સ કોઈપણ આતંકી હુમલાનો
સામનો કરવા અને તાકીદે કાર્યવાહી કાર્યવાહી કરવા તૈયાર રહેશે. સાથે જ ઊંચી ઈમારત, સુરક્ષા
પ્રતિષ્ઠાન અને અન્ય સંવેદનશિલ સાર્વજનિક સ્થળ માટે સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી
છે. આ દરમિયાન કાશ્મીર પોલીસે મોટાપાયે તલાશી અભિયાન છેડતા 56 સ્થળે દરોડા પાડયા હતા
અને ઘણા આતંકી સમર્થકોની ધરપકડ કરી છે. અધિકારીઓના
કહેવા પ્રમાણે એનએસજીની એક ટીમ જમ્મુ શહેરમાં તૈનાત રહેશે. જમ્મુ ક્ષેત્રમાં સુરક્ષા
દળો ઉપર થઈ રહેલા આતંકી હુમલા અને શહેર ઉપર સંભવિત જોખમને ધ્યાને લઈને ગૃહ મંત્રાલય
દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ સુરક્ષા કારણોથી એનએસજી કમાન્ડોની સંખ્યાનો
ખુલાસો કરવામાં આવ્યો નથી. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે આતંકી નેટવર્ક ઉપર સંકજો
કસતા જમ્મુ સંભાગમાં મોટા પાયે અભિયાન ચલાવ્યું છે. જેમાં 56 સ્થળે દરોડા પાડવામાં
આવ્યા હતા. કહેવાય છે કે આ કાર્યવાહીમાં ઘણા આતંકી સમર્થકોની ધરપકડ થઈ છે.