કાબુલ તા.10 : પાકિસ્તાન અને
અફઘાનિસ્તાન સરહદે બંન્ને તરફથી ક્રોસ બોર્ડર ફાયરિંગ થતાં ભયના માર્યા અનેક પરિવારોએ
હિજરત કરી છે.
શુક્રવારે સવારથી પાક.-અફઘાન
સરહદે તણાવ વધ્યો હતો. પાક.સૈન્યએ રહેણાંકોને નિશાન બનાવીને સૌપ્રથમ રોકેટ હુમલો કર્યો
હતો. બાદમાં અફઘાન દળોએ જવાબી ગોળીબાર કર્યો હતો. ક્રોસ ફાયરિંગમાં 10 જેટલા પશુના
મૃત્યુ થયા અને અનેક પરિવારોએ તુરંત સ્થળ છોડી દીધું હતું. આ પહેલા ગુરુવારે સરહદી
વિસ્તારમાં હેલિકોપ્ટરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ક્રોસ બોર્ડર ફાયરિંગમાં બન્ને
તરફ જાનમાલના નુકશાન અંગે વધુ માહિતી સામે આવી નથી. ક્ષેત્રમાં તહરીક એ તાલિબાન પાકિસ્તાન
(ટીટીપી)ના આતંકવાદીઓની ઉપસ્થિતિને કારણે તણાવ વધ્યો છે. પાકિસ્તાનમાં આતંકી હુમલા
માટે આ સંગઠનને જવાબદાર ઠેરવાયું છે.