વોશિંગ્ટન, તા.10 : દુનિયાના
સૌથી ધનિક અમેરિકી ઉદ્યોગપતિ-ટ્રમ્પ કેબિનેટના સદસ્ય એલન મસ્કે ભારત, ચીન સહિત દુનિયાના
અનેક દેશમાં ઘટી રહેલી જનસંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
એલન મસ્કે પોતાની એક્સ પોસ્ટમાં
એક ગ્રાફ શેર કર્યો છે. જેમાં એ દેશોનો ઉલ્લેખ છે જેની જનસંખ્યામાં ઝડપથી બદલાવ આવવાની
સંભાવના છે. ગ્રાફમાં દર્શાવાયુ છે કે ભારતની જનસંખ્યામાં ઝડપી ઘટાડો થઈ રહ્યો છે.
વર્ષ ર100 સુધીમાં દેશની વસતી 1.1 બિલિયન (110 કરોડ)થી ઘટી જશે જે 40 કરોડનો ઘટાડો
દર્શાવે છે ! ઈન્ડોનેશિયા અને પાકિસ્તાનની જનસંખ્યામાં આંશિક ઘટાડો થવાની સંભાવના હોવાનું
દર્શાવાયુ છે.ર100 સુધીમાં ચીનની જનસંખ્યા 73.19 કરોડ સુધી ઘટી જવાનો અંદાજ છે જે
731 મિલિયનનો ઘટાડો દર્શાવે છે. મસ્કે ઘટતી જનસંખ્યાને માનવતા માટે ખતરો ગણાવ્યો છે.
ટેસ્લાના સીઈઓએ દક્ષિણ કોરિયા, સિંગાપુર અને જાપાનની જનસંખ્યા અંગે પણ ચિંતા વ્યક્ત
કરી છે.