• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

મહાકુંભમાં 54 મંત્રીઓ સાથે સીએમ યોગીની સંગમમાં ડૂબકી

કેબિનેટ બેઠક યોજી, નવી ધાર્મિક સર્કિટનું એલાન

પ્રયાગરાજ તા.રર : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે પ4 મંત્રી સાથે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. દરમિયાન સાથી મંત્રીઓએ યોગી ઉપર ગંગાજળની છોડો ઉડાડી હતી. યોગી અને મંત્રીઓએ સાથે સંગમ સ્નાન કર્યુ હતુ. સીએમ યોગીએ પવિત્ર સ્થાનના પૂજા કરી હતી. દરમિયાન મહાકુંભમાં યૂપી સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં 7 જિલ્લાને આવરી નવી ધાર્મિક સર્કિટ બનાવવા તથા બે કરોડ છાત્રોને સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ, 3 જિલ્લામાં મેડિકલ કોલેજ, રાજયમાં રોકાણના નવા પ્રસ્તાવ સહિત નિર્ણય લેવાયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક