નવીદિલ્હી,
તા.2: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું
અને તેમાં સૌથી લોકરંજક બાબત રહી છે, 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને આયકરમાંથી
આપવામાં આવેલી છૂટ. આ મોટી રાહત આપવાનાં નિર્ણય વિશે આજે બજેટના દિવસે તેમણે કહ્યું
હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આવકવેરામાં કાપ મૂકવા માટે શરૂઆતથી જ સમર્થનમાં
હતાં પણ આને લાગુ કરવા માટે સૌથી વધુ સમય અમલદારોને સમજાવવામાં લાગી ગયો હતો.
બજેટનાં
બીજા દિવસે સીતારમણે એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં કરવેરામાં રાહતના નિર્ણય
વિશે અંદરની વાત જણાવતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી પહેલેથી જ સ્પષ્ટ હતા કે,
સરકારે ટેક્સમાં રાહત માટે કંઈક કરવું જોઈએ. વડાપ્રધાનના આવા મત પછી નાણામંત્રાલય ઉપર
પર હતું કે તે આ સમગ્ર પ્રક્રિયાને સરળતાથી પાર યોજના બનાવવામાં આવે. વડાપ્રધાનનાં
સમર્થન બાદ અમારી સામે બોર્ડને સમજાવવાનો પડકાર હતો. આખરે અમે આ કામ યોગ્ય રીતે પાર
પાડવામાં સફળ રહ્યા.
તેમણે
આગળ કહ્યું હતું કે, સરકારે મધ્યમવર્ગનો અવાજ સાંભળ્યો છે અને આવી સરકારનો ભાગ હોવાની
પોતાને ખુશી છે.