નોનવેજ
સાથે લઈ જવાની પણ મનાઈ : યાત્રાની પવિત્રતાને ધ્યાને રાખીને કરવામાં આવ્યો નિર્ણય
નવીદિલ્હી,
તા.2 : રેલવે મુસાફરો માટે જરૂરી જાણકારી છે અને જો મુસાફર શાકાહારી હોય તો તેમને ટ્રેન
યાત્રા દરમિયાન પણ ભોજનની કોઈ પરેશાની થશે નહીં. નવી દિલ્હીથી કટરા સ્થિત શ્રી માતા
વૈષ્ણો દેવી જતી વંદે ભારત ટ્રેન માટે ભોજન સંબંધિત મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો
છે. આ ટ્રેનમાં ફક્ત શાકાહારી ભોજન જ ઉપલબ્ધ થશે.
ઘણા
લોકોને એવી ચિંતા હોય છે કે, રેલવે કેન્ટિનમાં વેજ અને નોન-વેજ બન્ને પ્રકારનું ભોજન
બનતું હોય છે અને આમાં તેમને શુદ્ધ શાકાહારી ભોજન મળશે કે કેમ ? જો કે હવે તમને ચિંતા
કરવાની જરૂર નથી. નવી દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસે 100% શાકાહારી ભોજન માટેનો
ધારા-ધોરણ તૈયાર કર્યા છે.
વૈષ્ણો
દેવીની યાત્રાને પવિત્ર ગંતવ્ય માનવામાં આવે છે. તેથી નવી દિલ્હી અને કટરા વચ્ચે ચાલતી
આ સેમી-હાઇ-સ્પીડ ટ્રેનમાં મુસાફરોને ફક્ત શાકાહારી ભોજન આપવાનો નિર્ણય થયો છે. રેલવેનો
પ્રયત્ન છે કે મુસાફરી દરમિયાન પૂર્ણ રીતે શાકાહારી વાતાવરણ જાળવવામાં આવે. જેના માટે
મુસાફરોને ટ્રેનમાં માંસાહારી ભોજન કે નાસ્તો પણ લઈ જવાની અનુમતી આપવામાં નહીં આવે.