• શનિવાર, 26 એપ્રિલ, 2025

અમેરિકાની સૈન્ય રણનીતિમાં મસ્કની એન્ટ્રી

ચીન સાથે સંભવિત યુદ્ધ અંગે ગુપ્ત માહિતી આપશે પેન્ટાગોન : ન્યુયોર્ક ટાઈમ્સ

વોશિંગ્ટન, તા.ર1 : અમેરિકાની નવી ટ્રમ્પ સરકારમાં ઉદ્યોગપતિ એલન મસ્કનો દબદબો દિવસેને દિવસે વધી રહયો છે. ટ્રમ્પ કેબિનેટના સદસ્ય મસ્કના આકરા નિર્ણયો લાગૂ કરવામાં આવી રહયા છે. એટલે સુધી કે તેમને ચીન સામેના સંભવિત યુદ્ધ અંગેનો દેશનો સિક્રેટ પ્લાન પણ જણાવવામાં આવનાર હોવાનો ખુલાસો મીડિયા રિપોર્ટમાં કરાયો છે.

ન્યુયોર્ક ટાઈમ્સે અમેરિકી અધિકારીઓને ટાંકી ખુલાસો કર્યો કે ચીન સાથે યુદ્ધ છેડાવાની સ્થિતીમાં સંરક્ષણ વિભાગ પેન્ટાગનની અમેરિકી સૈન્ય અંગેની યોજના અંગેની માહિતી શુક્રવારે એલન મસ્કને આપવામાં આવનાર છે. આવી અત્યંત સંવેદનશીલ માહિતી હવે તેમના હાથમાં આવ્યા બાદ સલાહકાર તરીકેની તેમની ભૂમિકા નવા સ્તરે પહોંચી શકે છે. સૈન્ય રણનીતિ સુધી તેમની પહોંચ અમેરિકીઓ માટે ચોંકાવનારી છે. અમેરિકામાં સવાલ ઉઠયા છે કે દેશની અત્યંત સંવેદનશીલ માહિતી એક ઉદ્યોગપતિને કેમ આપવામાં આવી રહી છે ? 

ટેસ્લા અને સ્પેસ એકસ જેવી કંપનીઓના માલિક એલન મસ્ક રાષ્ટ્રપતિ ટ્રમ્પના મુખ્ય સલાહકાર તરીકે ઉભર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જેમ તેમના સહયોગી મસ્કનો પણ દુનિયામાં દબદબો વધ્યો છે. અમેરિકાના સરકારી ખર્ચમાં કાપ મૂકાવી રહેલા મસ્કને હવે એવી માહિતી આપવામાં આવી રહી છે જે સામાન્ય રીતે ગુપ્ત રાખવામાં આવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક