પ્યૂ
રિસર્ચ સેન્ટરનો અહેવાલ : દુનિયાની કુલ મુસ્લિમ આબાદીનાં 11 ટકા જેટલી ભારતમાં હશે
નવી
દિલ્હી, તા.22: પ્યૂ રિસર્ચ સેન્ટરનાં એક અહેવાલમાં એવું અનુમાન લગાડવામાં આવ્યું છે
કે, વર્ષ 2050 સુધીમાં ભારત દુનિયાનો એવો દેશ બની જશે જ્યાં સૌથી વધુ હિન્દુ અને મુસલમાનોની
આબાદી હશે.
ભારત
અગાઉથી જ દુનિયામાં હિન્દુઓનું સૌથી મોટું કેન્દ્ર છે અને તે 2050 સુધી જારી રહેશે
જ્યારે મુસ્લિમોની આબાદીમાં પણ તેજ વધારો જોવા મળશે. જેનાં હિસાબે ભારત દુનિયામાં સૌથી
વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. વર્ષ 2010માં ભારત વૈશ્વિક હિન્દુ જનસંખ્યાનો
94 ટકા હિસ્સો ધરાવતું હતું અને 2050 સુધીમાં તેની વસ્તીનો આંકડો 1.3 અબજ સુધી પહોંચી
જવાનું અનુમાન છે. બીજીબાજુ ભારતમાં મુસ્લિમોની આબાદી પણ બહુ ઝડપે વધી રહી છે.
2050 સુધીમાં ભારતીય મુસ્લિમોની સંખ્યા 31.1 કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. જે વૈશ્વિક
મુસ્લિમ આબાદીનો 11 ટકા જેટલો હિસ્સો હશે. આ વધારા સાથે ભારત ઈન્ડોનેશિયાને પણ પાછળ
રાખીને સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની શકે છે.