નરકનો
દરવાજો ? નવી શોધ, તસવીરોથી નાસાના વૈજ્ઞાનિકો ધ્રુજ્યા
વોશિંગ્ટન,
તા.રર : બ્રહ્માંડના રહસ્યો જાણવા વૈજ્ઞાનિકો દિવસ રાત કામે લાગેલા છે. વૈજ્ઞાનિકોએ
હવે એક એવી ચીજ શોધી છે જે નરકનો દરવાજો માનવામાં આવે છે. આખી દુનિયા સમાઈ જાય તેવા
બ્લેક હોલની શોધથી નાસાના વૈજ્ઞાનિકો પણ ધ્રુજી ઉઠયા છે. બ્લેક હોલ અંતરિક્ષમાં એક
એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું વધારે હોય છે કે પ્રકાશ પણ તેમાંથી બહાર નીકળી
શકતો નથી.
અમેરિકી
અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું છે કે ખગોળવિદોને એવા પુરાવા મળ્યા છે કે વિશાળ ઈન્ડાકાર
આકાશગંગા એમ87ના કેન્દ્રમાં સૂર્યથી દ્રવ્યમાન ર.6 અબજ ગણો વજનનો એક મહાકાય બ્લેકહોલ
છે. જેની તસ્વીર નાસાના હબલ સ્પેસ ટેલીસ્કોપ દ્વારા લેવામાં આવી છે. વૈજ્ઞાનિકો અનુસાર
એમ87ના કેન્દ્રમાં એક ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે જેને એક વિશાળ બ્લેક હોલ હોવાનો પુરાવો
માનવામાં આવે છે.
એમ87
કન્યા રાશિના તારામંડળમાં આકાશગંગાઓના એક નજીકના સમૂહના કેન્દ્રમાં છે જે બાવન મિલિયન
પ્રકાશ વર્ષ દૂર છે અને તેમાં 100 બિલિયનથી વધુ તારા છે. સ્થાનીય બ્રહ્માંડની સૌથી
ચમકદાર આકાશગંગાઓમાં એક એમ87 નાના દૂરબીનોથી પણ જોઈ શકાય છે. વૈજ્ઞાનિકોએ નવી તસ્વીરોની
મદદથી તેની કેન્દ્રિય સંરચના જાણી છે.