નવી દિલ્હી તા.13 : દિલ્હીથી
યુપી સુઘી છેલ્લા બે દિવસમાં ધૂળની આંધી અને તોફાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવા સાથે
400થી વધુ ફલાઈટ અસરગ્રસ્ત બની છે. દિલ્હી-એનસીઆર, યૂપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન
અને મધ્યપ્રદેશ જેવા રાજયમાં જનતાને ગરમીમાં રાહત મળી છે પરંતુ આંધી અને કમોસમી વરસાદને
કારણે કૃષિ પાકને ભારે નુકસાન થયું છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક માટે હવામાન સંબંધિત ચેતવણી જાહેર
કરી છે. આઈએમડી અનુસાર આગામી કેટલાક દિવસ દિલ્હી-એનસીઆર સહિત યૂપી,પંજાબ, હરિયાણા સહિત
રાજયોમાં વરસાદ સાથે ઝડપી પવન ફૂંકાઈ શકે છે. યુપી, ઉત્તરાખંડ, એમપીમાં કયાંક કરા પડે
તેવી સંભાવના છે. 16-18 એપ્રિલ દરમિયાન પશ્ચિમ અને ઉત્તર ભારતના રાજયોમાં ભીષણ લૂ ફૂંકાવાની
આગાહી છે.
ખરાબ હવામાનને કારણે રન વે બંધ
કરવો પડયો હોવાથી દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટે શનિવારે 400 જેટલી ફલાઈટ અસરગ્રસ્તબની
હતી. શુક્રવાર અને શનિવારે બે દિવસ ઉત્તર ભારતના અનેક રાજયમાં હવામાન ખરાબ રહયું છે.