• શનિવાર, 26 એપ્રિલ, 2025

સલમાનને વડોદરાથી અપાઈ હતી ધમકી

ધમકી આપનારો યુવક માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું

વડોદરા, તા.1પ: લોરેન્સ બિશ્નોઈ દ્વારા વારંવાર અપાતી ધમકીઓનાં કારણે બોલીવૂડ સ્ટાર સલમાન ખાન ઉપર જીવનું જોખમ સર્વવિદિત છે. આ સંજોગોમાં સલમાન ખાનને આપવામાં આવતી કોઈપણ ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે છે. જેમાં છેલ્લે સલમાનને આપવામાં આવેલી ધમકી વડોદરાનાં વાઘોડિયાનાં એક માનસિક અસ્થિર શખસે આપી હોવાનું બહાર આવતાં મુંબઈ પોલીસને હાશકારો

થયો છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર સલમાનને ધમકી આપનારો 26 વર્ષીય યુવક વાઘોડિયાનો છે અને તેનો ઈલાજ પણ ચાલે છે. સલમાનને મળેલી ધમકી વિશે વડોદરા જિલ્લા એસ.પી.રોહન આનંદે જણાવ્યું હતું કે, મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન ઉપર રવિવારે એક મેસેજ કરવામાં આવ્યો હતો અને તેમાં સલમાનની કારને ઉડાડી દેવા અને તેનાં ઘરમાં ઘૂસીને હુમલો કરવાની ધમકી અપાઈ હતી. જેની જાણ મુંબઈ પોલીસને કરી દેવામાં આવી હતી અજ્ઞાત ધમકીબાજ સામે કેસ નોંધીને સલમાનનાં ઘર બહાર સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, જે નંબર ઉપરથી આ ધમકીભર્યો મેસેજ કરવામાં આવ્યો હતો તે વડોદરાનો નંબર છે. વડોદરા પોલીસને આની જાણ કરવામાં આવતાં વાઘોડિયાનાં વરાલમાં રહેતો એક માનસિક અસ્થિર યુવક તપાસનાં કેન્દ્રમાં આવ્યો હતો. જેની પોલીસે પૂછપરછ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક