એરપોર્ટે વડાપ્રધાન મોદીને દેશભક્તિ ગીત, પારંપરિક નૃત્યથી આવકાર : ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત, 6 ખઘઞ સંભવ : આજે ફેકટરીમાં શ્રમિકો સાથે મુલાકાત
જેદાહ તા.રર : વડાપ્રધાન મોદી
બે દિવસની સાઉદી અરબની રાજકીય મુલાકાતે પહોંચ્યા છે. મંગળવારે ભારતીય સમયાનુસર બપોરે
3:ર0 કલાકે તેમનું વિમાન જેદાહમાં લેન્ડ થયું હતુ. એરપોર્ટ ખાતે સાઉદી ગાયકે એ વતન
મેરે આબાદ રહે તૂ..ગાઈને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યુ હતુ. ઉપરાંત ભારતીય મૂળની
યુવતીઓએ પારંપરિક નૃત્ય રજૂ કર્યુ હતું. ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત ઉપરાંત આ યાત્રામાં
ભારત અને સાઉદી વચ્ચે યોગ, મનોરંજન, મીડિયા, ખેલ સહિત 6 જેટલા એમઓયૂ સાઈન થઈ શકે છે.
બુધવારે વડાપ્રધાન મોદી સાઉદીની એક ફેકટરીમાં ભારતીય શ્રમિકોને મળશે.
આ પહેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ
મોહમ્મદ બિન સલમાનએ વડાપ્રધાન મોદીના સન્માનમાં અનોખી પહેલ કરી હતી. વડાપ્રધાન મોદીનું
વિમાન જયારે સાઉદીના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું તો સાઉદીના એફ-1પ લડાકૂ વિમાનોએ સ્વાગતમાં
ભારતના વિમાનની પાસે ઉડાન ભરી એસ્કોર્ટ કર્યુ હતું. ક્રાઉન પ્રિન્સના ખાસ આમંત્રણ હેઠળ
વડાપ્રધાન મોદી સાઉદી પહોંચ્યા છે જયાં વડાપ્રધાન મોદીની વિશેષ રીતે ખાતિરદારી કરવામાં
આવી છે.
વડાપ્રધાન મોદીના આગમન સાથે જ
રોયલ સાઉદી એરફોર્સના એફ-1પ લડાકૂ વિમાનોને સુરક્ષા માટે મોકલી સાઉદી પ્રન્સે કરેલા
સ્વાગતની દુનિયાએ નોંધ લીધી છે. જે ભારત સાથેના તેમના સંબંધ નવી ઉંચાઈએ પહોંચ્યાનું
દર્શાવે છે. ભારતના વિદેશ મંત્રાલયે સાઉદીના આ વિશેષ આત્થ્યિ સત્કાર અંગે ટિવટ્ કર્યુ
હતુ.