ઈઝરાયલી હારોપ ડ્રોનનો ઉપયોગ : 25 તોડી પાડયાનો પાકિસ્તાનનો દાવો
નવી
દિલ્હી તા.8 : પાકિસ્તાને ભારતના રપ જેટલા ડ્રોન તોડી પાડયાનો દાવો કરી તેનો કાટમાળ
જાહેર કર્યો છે. ખરેખર તો ભારતે દાગેલા આ ડ્રોન સ્યૂસાઈડ માટે જ બનેલા છે. એટલે તે
પાકિસ્તાનમાં નિર્ધારિત લક્ષ્ય પર ક્રેશ થવા જ ગયા હતા. હવે એ ધરાશાયી થયેલા ડ્રોન
દેખાડીને પાકિસ્તાન પોતે તોડી પાડયાનો ખોખારો ખાઈ રહ્યું છે.
ભારતે
ઈઝરાયલ પાસેથી ખરીદેલા હારોપ ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાન પર કર્યો છે. લાહોરમાં પાકિસ્તાનની
એચકયૂ-9 એર ડિફેન્સ સિસ્ટમ પર ભારતે હારોપ ડ્રોન દાગી નષ્ટ કરી છે. રિપોર્ટ અનુસાર
ઈઝરાયલી બનાવટના હારોપ ડ્રોન એક લાઈટરિંગ મ્યુનિશન છે નજે ડ્રોન અને મિસાઈલની સંયુક્ત
ક્ષમતા ધરાવે છે તે 1000 કિમી સુધી અને સતત 6 કલાક સુધી ઉડાન ભરી શકે છે. તે લક્ષ્ય
ઉપર મંડરાય છે અને તેને જોતાં જ તેના પર ક્રેશ થાય છે. સચોટ હુમલો કરવા તેને ડિઝાઈન
કરાયું છે. આ ડ્રોનનું વજન 13પ કિલો છે અને તે ર3 કિલો સુધી વિસ્ફોટક સાથે ઉડે છે.
તેની ઝડપ કલાકના 18પ કિમી છે. તે રડારને પણ ચકમો આપી શકે છે.