સફળ ચઢાણ બાદ યુવાને ડેથ ઝોનમાં જીવ ગુમાવ્યો
નવી દિલ્હી, તા.16 : દુનિયાના
સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ ઉપર વર્તમાન માર્ચ-મે સીઝન દરમિયાન એક ભારતીય સહિત
બે પર્વતારોહીના મૃત્યુ થયા છે. બીજો મૃતક ફિલિપિન્સનો છે.
નેપાળના અધિકારીઓ અનુસાર 4પ વર્ષિય
ભારતીય પર્વતારોહી સુબ્રત ઘોષ ર903ર ફૂટની ઉંચાઈએ સફળતાપૂર્વક પહોંચી તો ગયા પરંતુ
ગુરુવારે હિલેરી સ્ટેપથી નીચે ઉતરતી વખતે તેમનું મૃત્યુ થયું હતુ. અધિકારીઓ અનુસાર
સુબ્રત હિલેરી સ્ટેપથી નીચે આવવા તૈયાર ન હતા અને ત્યાં જ તેમણે જીવ ગુમાવ્યો હતો.
તેમના મૃતદેહને બેઝ કેમ્પ લાવવામાં આવી રહયો છે. મૃત્યુનું કારણ હજુ સામે આવ્યું નથી.
હિલેરી સ્ટેપ ડેથ ઝોન માનવામાં આવે છે જયાં મનુષ્ય માટે જીવવા જરૂરી કુદરતી ઓકિસજનનો
અભાવ છે.