• ગુરુવાર, 19 જૂન, 2025

ભારત આજે લોન્ચ કરશે જાસૂસી સેટેલાઈટ

ઈસરોનું 101મું મિશન : વાદળોને પાર જોઈ શકશે, દિવસ-રાત રખેવાળી, EOS-09ના લોન્ચિંગની તૈયારી પૂર્ણ : 500 કિમી ઉંચાઈએથી રાખશે નજર

શ્રીહરિકોટા તા.17 : અંતરિક્ષ ક્ષેત્રે ભારત એક પછી એક સિદ્ધિ મેળવી રહ્યું છે. દેશ માટે તા.18 મે ને રવિવાર મહત્વનો દિવસ છે જયારે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવાની છે. પાકિસ્તાન સાથે તાજેતરની સશત્ર અથડામણ વચ્ચે ભારતનું આ અંતરિક્ષ મિશન મહત્વનું છે.

ઈસરો ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે પોતાની ક્ષમતાનો દુનિયાને પરચો બતાવશે. રવિવારે સવારે પ:પ9 મિનિટે શ્રીહરિકોટા, સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી પીએસએલવી-સી61  લોન્ચ વ્હીકલ દ્વારા ઈઓએસ-09 (રિસેટ-1બી) જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટની મદદથી ભારત દિવસ હોય કે રાત, વાદળોને પાર પણ જોઈ શકી દેશની રખેવાળી કરવા સક્ષમ બનશે. આ જાસૂસી સેટેલાઈટથી રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનશે. કોઈ પણ સિઝનમાં આ સેટેલાઈટ કામ કરશે. રાષ્ટ્રીય સુરક્ષા ઉપરાંત કુદરતી આપદા વખતે આ સેટેલાઈટ ઉપયોગી બનશે.

ઈઓએસ-09ની વિશેષતા એ છે કે તે વાદળોની આરપાર જોઈ શકે છે અને રાત્રે પણ હાઈરિઝોલ્યુશન તસ્વીરો લઈ શકે છે. અંતરિક્ષમાંથી ભારતની દેખરેખ વધુ મજબૂત બનશે. પાકિસ્તાન સાથે તણાવ હાલ શાંત થયો છે પરંતુ સરહદોની સુરક્ષા કરવા ભારતે વધુ એક પગલું આગળ વધાર્યુ છે. જાસૂસી સેટેલાઈટથી ભારતની સતર્કતા વધશે. ઈઓએસ-09 સેટેલાઈટનું વજન 1696 કિલો છે અને તે પૃથ્વીની સપાટીથી પ00 કિમી ઉપર સ્થાપિત કરાશે. ઈસરોનું આ 101મું મિશન છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક