પાકિસ્તાનના વડાપ્રધાને સ્વીકાર્યું; ઓપરેશન સિંદૂર સફળ : કબૂલાતનો વીડિયો દુનિયા સામે આવ્યો
ઈસ્લામાબાદ,
તા. 17 : ભારતીય સેનાનાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો સ્વીકાર આખરે આતંકપરસ્ત પાકિસ્તાને
પણ કરી લીધો છે. પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના હુમલામાં પાકિસ્તાનનો નૂરખાન એરબેઝ
તબાહ થઈ ગયો હોવાનું કબૂલ્યું હતું.
ગઈકાલે
શુક્રવારની મોડી રાત્રે શાહબાઝ શરીફના કબૂલનામાંનો વીડિયો દુનિયાની સામે આવ્યો હતો.
આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે.
શાહબઝે
પાકિસ્તાન સ્મારકમાં યોજિત એક સમારોહમાં કહ્યું હતું કે, નવમી તારીખની મોડી રાત્રે
અઢી વાગ્યે ભારતનું બેલેસ્ટિક મિસાઈલ નૂરખાન એરબેઝ પર પડયું હતું. તેવી જાણકારી પાક
સૈન્ય વડા જનરલ અસીમ મુનીરે આપી હતી.
શરીફે
એવી વાત પણ સ્વીકારી હતી કે, સેના વડા મુનીરે 10મી મેની સવારે મને યુદ્ધવિરામની વાત
કરી, ત્યારે હું તરણ કરી રહ્યો હતો.