પ્રવાસીઓને દેશ બહાર કાઢવાના ફેંસલા પર રોક; રાષ્ટ્રપતિ નિર્ણયથી નારાજ
વોશિંગ્ટન,
તા. 17 : પ્રવાસીઓને દેશ બહાર કરવાના આદેશ પર રોક મૂકીને સુપ્રીમ કોર્ટે અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો હતો.
ટ્રમ્પ
પ્રશાસનના ફેંસલા પર રોક મૂકતાં અમેરિકી સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, સરકારે લોકોને
દેશથી બહાર કાઢવા પહેલાં કાનૂની પ્રક્રિયાની પૂરી તક આપવી પડશે. માત્ર 24 કલાકમાં કોઇ
જાતની સુનાવણી વગર દેશ બહાર કરવાની જે રીત ટ્રમ્પ સરકારે અપનાવી છે, તે કોઇ પણ પ્રકારે
સાચી, યોગ્ય નથી તેવું કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના ફેંસલાનો સીધો અર્થ એ થયો કે, પ્રવાસીઓને ટ્રમ્પ પ્રશાસનના
નિર્ણય અદાલતમાં પડકારવાનો અને દેશમાંથી શા
માટે કઢાઇ રહ્યા છે તે જાણવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે યોગ્ય રીતે સુનાવણી થઇ શકે
તેવા હેતુ સાથે આ મામલો નીચલી અદાલતને મોકલી
દીધો હતો. અદાલતના ફેંસલા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી દર્શાવી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અપરાધીઓને દેશથી બહાર કાઢવા દેતી નથી.