કલાદાન પ્રોજેક્ટ ઉપર ધ્યાન કેન્દ્રીત, મ્યાંમારના સિતવે પોર્ટથી કોલકાતાને જોડીને બંગલાદેશ કરાશે દરકિનાર
નવી દિલ્હી, તા. 18 : પૂર્વોત્તર
રાજ્યો મુદ્દે બ.ંગલાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસના વિવાદાસ્પદ નિવેદનો
બાદ ભારત અને બંગલાદેશ વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે બંગલાદેશ સામે સખત પગલા ભર્યા છે.
17મીએ ભારતે બંગલાદેશથી આવતા રેડીમેડ ગારમેન્ટસ અને અન્ય ઉત્પાદનોની આયાત ઉપર આકરા
પ્રતિબંધો લાદ્યા છે. આ પગલું બંગલાદેશ દ્વારા ભારતીય દોરા, ચોખા અને અન્ય સામાન ઉપર
લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ લેવામાં આવ્યું છે. ભારતે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ
અને પશ્ચિમ બંગાળના ફુલબારી અને ચાંગરાબંધા
જેવા પુર્વોત્તરના ભૂમિ પોર્ટના માધ્યમથી બંગલાદેશી સામાનોના પ્રવેશ ઉપર રોક
મુકી છે.
ભારત બંગલાદેશને પુરી રીતે અલગ
પાડવાની કવાયતમાં છે. ભારતે પુર્વોત્ત રાજ્યોને કોલકાતા સાથે જોડવાની એક મહત્વાકાંક્ષી
પરિયોજનાને લીલીઝંડી આપી છે. જે મ્યાંમારના રસ્તે સમુદ્રી માર્ગથી પસાર થશે અને બંગલાદેશને
પુરી રીતે દરકિનાર કરશે. આ પરિયોજનામાં મેઘાલયના શિલોંગથી લઈને આસામના સિલચર સુધી
166.8 કિમી લાંબો ચાર લેનનો હાઈ સ્પીડ હાઈવે સામેલ છે. જે મ્યાંમારમાં ચાલી રહેલા કલાદાન
મલ્ટી મોડેલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનો વિસ્તાર બનશે. આ પગલાથી ક્ષેત્રિય
કનેકિટવિટી વધશે અને ભારતની સ્વાયતતા અને એક્ટ ઈસ્ટની પોલિસીને મજબુત પણ કરશે.
ભારત અને બંગલાદેશ વચ્ચેના સંબંધોમાં
કડવાર બાદ પુર્વોત્તર ભારત સુધી સંપર્ક માટે કલાદાન પ્રોજેક્ટનું મહત્વ વધી ગયું છે.
મ્યાંમારના રસ્તે મિઝોરમને કોલકાતા અને વિશાખાપટ્ટનમ સાથે જોડથી પરિયોજના હવે ભારત
માટે રણનીતિક રીતે ખુબ જ મહત્વપુર્ણ બની છે. આ માટે રાજમાર્ગ મંત્રાલયે શિલોંગથી સિલચર
સુધીના 166.8 કિમીના ફોર લેન હાઈવેને મંજૂરી આપી દીધી છે.