ઓપરેશન સિંદૂર : ભારતીય સેનાએ જાહેર કર્યો નવો વીડિયો
નવી દિલ્હી તા.18 : ઓપરેશન ંિસંદૂર
હેઠળ કરાયેલી લશ્કરી કાર્યવાહીનો ભારતીય સેનાએ એક નવો વીડિયો જાહેર કર્યો છે જેમાં
જોવા મળે છે કે સરહદી વિસ્તારમાં ભારતીય સેના દુશ્મનના ઠેકાણાંને નિશાન બનાવી રહી છે.
દુશ્મનો પર હુમલાના વીડિયોમાં
શિવ તાંડવની ધૂન સંભળાઈ રહી છે, સાથે મિસાઈલ હુમલા, તોપમાંથી બોમ્બમારો અને ડ્રોન હુમલાના
દ્રશ્યો જોવા મળે છે. આ કાર્યવાહીમાં સેનાની ઉચ્ચ તૈયારીઓ અને રણનીતિક ક્ષમતા જોવા
મળે છે. ભારતીય સેનાની વેસ્ટર્ન કમાન્ડે રવિવાનરે સોશિયલ મીડિયા એકસ પર એક વીડિયો શેર
કર્યો હતો જેમાં સેના દ્વારા કરવામાં આવેલી ત્વરિત પ્રતિક્રિયા અને સચોટ હુમલાને જોઈ
શકાય છે. વીડિયો સાથે કેપ્શન અપાયું છે કે પ્લાન્ડ, ટ્રેન્ડ એન્ડ એકઝીકયુટેડ. જસ્ટિસ
સર્વ્ડ.