• ગુરુવાર, 19 જૂન, 2025

સંસદ રત્નથી સન્માનિત થશે 17 સાંસદ

નવીદિલ્હી, તા.18: સંસદનાં નોંધપાત્ર યોગદાન આપતા 17 સાંસદો અને 2 સંસદીય સ્થાયી સમિતિને સંસદ રત્ન પુરસ્કાર 202પ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર સંસદમાં સક્રિયતા, ચર્ચામાં ભાગીદારી, પ્રશ્નો પૂછવા અને વિધાનકાર્યમાં યોગદાનનાં આધારે આપવામાં આવે છે.

ચાલુ વર્ષનાં વિજેતાઓની પંસદગી જ્યૂરી સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ જ્યૂરીની અધ્યક્ષતા હંસરાજ આહીર (રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનાં અધ્યક્ષ)એ કરી હતી. સતત સારુ પ્રદર્શન કરવા માટે ચાર સાંસદોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ ચારેય સાંસદ 16 અને 17મી લોકસભામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સાંસદો છે. જેમાં ભાજપનાં ભર્તુહરી મહતાબ, એનસીપી- એસપીનાં સુપ્રિયા સુલે, આરએસપીનાં એન.કે.પ્રેમચંદ્રન, શિવસેનાનાં શ્રીરંગ અપ્પા બારણેનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અન્ય 13 સાંસદોમાં ભાજપનાં સ્મિતા વાઘ, મેઘા કુલકર્ણી, રવિ કિશન, વિદ્યુત બારન મહતો, મદન રાઠોડ, દિલીપ સૈકિયા, પ્રવીણ પટેલ, પી.પી.ચૌધરી અને શિવસેનાનાં નરેશ ગણપત મ્હાસ્કે, શિવસેના-ઉદ્ધવનાં અરવિંદ સાવંત, કોંગ્રેસનાં વર્ષા ગાયકવાડ અને ડીએમકેનાં સીએન અન્નાદુરૈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાણા ઉપર સંસદની સ્થાયી સમિતિ અને કૃષિની સ્થાયી સમિતિને પણ સારા કામકાજ બદલ સન્માનિત કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક