એશિયામાં કેસ વધ્યા : વેકિસનની અસર ઓસર્યાની આશંકા
નવી દિલ્હી તા.18 : દુનિયાને
માંડ જેનાથી છૂટકારો મળ્યો છે તે કોરોનાએ એશિયામાં ફૂંફાડો મારતાં ચિંતા છવાઈ છે. હોંગકોંગ
અને સિંગાપુર જેવા દેશમાં કોરોનાના કેસમાં એકાએક ભારે વધારો થયો છે. હોસ્પિટલમાં દર્દીઓની
સંખ્યા વધી રહી છે.
કોરોનાના કેસમાં વધારા માટે વાયરસના
કોઈ નવા સ્વરુપને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી પરંતુ જાણકારો અનુસાર સમય સાથે કોરોના
વેકિસનની અસર ઓસરી રહી છે જેથી કેસમાં વધારો થયો હોઈ શકે છે. દરમિયાન અમેરિકાએ કોરોનાની
નવી વેકિસનને મંજૂરી આપી છે. નોવાવેકસ નિર્મિત નુવૈકસોવિડ નામની વેકિસનને 6પ વર્ષ કે
તેથી વધુ ઉંમરના લોકો માટે કારગર હોવાનો દાવો કરાયો છે તથા 1ર થી 64 આયુ વર્ગમાં પણ
તેનો ઉપયોગ કરી શકાશે. નિષ્ણાતોએ કોરોના સંક્રમણથી બચવા વેકિસનના બૂસ્ટર ડોઝ લેવા પર
ભાર મૂકયો છે.