પોકળ બચાવ સાથે ભારત સામે સ્પષ્ટતા કરી : પાકને સંરક્ષણ મદદ નથી કરી
નવી દિલ્હી, તા. 19 : પાકિસ્તાનને
મદદ કરીને ભારતની મદદ ભૂલી જનાર ‘નગુણા’ તુર્કીનો ભારતે બહિષ્કાર કરવા માંડતાં ખંધું
ચીન ડરી ગયું છે. ભારતથી ભયભીત ડ્રેગને પોતાનો ખોટો બચાવ કરતાં એવી સ્પષ્ટતા કરવી પડી
હતી કે, અમે પાકને કોઇ મદદ કરી નથી. ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત
અને પાકિસ્તાન બન્ને અમારા માટે મહત્ત્વપૂર્ણ પાડોશી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા
માઓનીંગે કહ્યું હતું કે, ચીને ભારત અને પાકને શાંત રહેવા અને તાણ વધારવાથી બચવાનું
આહ્વાન કર્યું છે. અમે પાકિસ્તાનને કોઇ જ સંરક્ષણ મદદ કરી નથી. ઉલટું અમે બે દેશ વચ્ચે
યુદ્ધ વિરામનું સમર્થન અને સ્વાગત કરીએ છીએ, તેવું ચીની વિદેશ પ્રવકતાએ કહ્યું હતું.
અમે ભારત અને પાક બન્ને દેશો સાથે સંબંધને મહત્ત્વ આપીએ છીએ. બે દેશો વચ્ચે તાણ વધ્યા
પછી ચીનનું વલણ નિષ્પક્ષ રહ્યંy છે. અમે ક્ષેત્રીય શાંતિ ઇચ્છીએ છીએ, તેવા પોકળ દાવા
તેમણે કર્યા હતા.
પાકિસ્તાનને મદદ કરવાનાં કારણે
ભારતે તુર્કીનો જે રીતે આક્રમકપણે બહિષ્કાર કર્યો છે, તે જોતાં જ ચીન ડરી ગયું છે.
ચીનને પાકને સમર્થન આપવું મોંઘું
પડયું છે. દુનિયાએ પણ જોયું કે, મેઇડ ઇન ઈન્ડિયા હથિયારો સામે ચીનનાં હથિયાર ભાંગી
પડયાં.