-પાંચ સ્ટાર રેન્ક મેળવનાર બીજા પાકિસ્તાની સૈન્ય અધિકારી બન્યા
નવીદિલ્હી,
તા.20: ઓપરેશન સિંદૂર દરમિયાન ચાર દિવસના સૈન્ય ઘર્ષણમાં ભારત સામે ધોબીપછાડનો સામનો
કર્યા પછી પણ પાકિસ્તાનની સરકારે ત્યાંના સેનાધ્યક્ષ જનરલ અસીમ મુનીરને પ્રમોશન આપીને
ફિલ્ડ માર્શલ બનાવી દીધા છે. શહબાઝ શરીફ સરકારે આજે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો
છે. જનરલ મુનીરનું આ પ્રમોશન એવા સમયે થયું છે જ્યારે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય
આપવાના મુદ્દે ભારતની કાર્યવાહી સામે નોધારું થઈ
ગયું
છે.
ફિલ્ડ
માર્શલ અયૂબ ખાન બાદ મુનીર હવે પાંચ સ્ટાર રેન્ક મેળવનાર બીજા પાકિસ્તાની સૈન્ય અધિકારી
બન્યા છે. પાકિસ્તાનમાં ફીલ્ડ માર્શલનું પદ પાકિસ્તાની સશસ્ત્ર દળોમાં સૌથી ઉંચું છે.
હવે જનરલ મુનીર પાક.ના ઇતિહાસમાં બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે. આ પહેલાં અયુબ ખાન 1959-1967
દરમિયાન આ પદ પર હતા.
અસફળતા
છતાં પણ અસીમ મુનીરને શહબાઝ શરીફ સરકારે પ્રમોશન આપ્યું છે જેથી કરીને તે આખી દુનિયાને
જણાવી શકે કે ભારત સાથેના ટૂંકા ગાળાના લશ્કરી સંઘર્ષમાં પાકિસ્તાનની જીત થઈ છે અને
જનરલ મુનીરને એ જ પુરસ્કાર આપવામાં
આવ્યો
છે.
જો
કે, સત્ય એ છે કે, જ્યારે ભારતે પાકિસ્તાન અને પીઓકેની અંદર આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ
કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની સેનાધ્યક્ષને તેની ખબર પણ ન
પડી અને ચાર જ દિવસમાં પાકિસ્તાન ભારતીય સેના સામે ઘૂંટણિયે પડી ગયું હતું.