• ગુરુવાર, 19 જૂન, 2025

ભારત ફરી અંતરિક્ષમાં ઝંડો લહેરાવવા સજ્જ

શુભાંશુ શુક્લાના નેતૃત્વમાં ચાર અંતરિક્ષ યાત્રી એક્સિઓમ મિશન માટે મંગળવારે રવાના થશે

વૉશિંગ્ટન, તા. 8 : ભારત ફરી એકવાર અંતરિક્ષમાં ઝંડો ફરકાવવા સજ્જ છે. આ વખતે ભારતીય ગૌરવના ઝંડા વાહક શુભાંશુ શુક્લા છે. શુભાંશુના નેતૃત્વમાં દસમી જૂન, મંગળવારે સવારે અમેરિકાથી પ્રતિષ્ઠિત એક્સિઓમ-4 મિશન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરશે. આ મિશન ભારતીય સમયાનુસાર સવારે 6.12 વાગ્યે શરૂ થશે. એક્સ-4 મિશનનું આ અંતરિક્ષ દળ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી એલસી-39એ સ્પેસએક્સ ડ્રેગન અંતરક્ષિ યાનમાં રવાના થઇને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધીની સફર આરંભશે.

અમેરિકા, ભારત, પોલૅન્ડ અને હંગેરીના ચાર અંતરિક્ષ યાત્રીઓ 14 દિવસ ડૉકિંગ મિશન માટે રવાના થશે. આ મિશનમાં અવકાશયાત્રીઓને ડોકિંગ માટે પૃથ્વીની નિમ્ન કક્ષાએ લાવવામાં આવશે અને અંતરિક્ષમાં વિભિન્ન પ્રયોગ કરવામાં આવશે. આમાં સાત પ્રયોગ ઇસરોના પણ છે. એએક્સ-4 મિશન ભારત, પોલૅન્ડ, હંગેરી માટે માનવ અંતરિક્ષ યાનની પૃથ્વી પર વાપસી સાકાર કરશે. આ ત્રણેય દેશની 40થી વધુ વર્ષોમાં પહેલીવાર સરકાર પ્રાયોજિત ઉડાન છે.

આ મિશનમાં ઇસરો દ્વારા સાત માઇક્રોગ્રેવિટી પ્રયોગ કરાશે. ઇસરો તરફતી જણાવાયું હતું કે માનવ સ્વાસ્થ્ય, ભૌતિક/ જીવન વિજ્ઞાન, સામગ્રી અનુસંધાન, નવીન દવા વિકાસ, અને જૈવ પ્રૌદ્યોગિકી જેવા વિવિધ ક્ષેત્રોમાં સંભવિત અનુપ્રયોગો સાથે માઇક્રોગ્રેવિટી અનુસંધાનના ક્ષેત્રમાં વિજ્ઞાનીઓને મહત્ત્વપૂર્ણ જાણકારી મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક