• ગુરુવાર, 19 જૂન, 2025

યુક્રેનની 20 ટકા જમીન ઉપર રશિયાની સેનાનો કબજો

નવીદિલ્હી, તા.8: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને રોજેરોજ આ લડાઈ વધુને વધુ ખતરનાક બનતી જાય છે. તાજેતરમાં જ યુક્રેને રશિયાનાં એરબેઝ ઉપર ભયંકર ડ્રોન હુમલો કરીને આ યુદ્ધને વધુ બિહામણું બનાવી દીધું છે. જેને પગલે રશિયા વધુ આક્રમક બન્યું છે અને તેની સેના એક પછી એક યુક્રેનનાં શહેરો ઉપર કબ્જો કરતી જાય છે. જેમાં આજે રશિયાનાં રક્ષા મંત્રાલયે દાવો કર્યો હતો કે, તેની સેનાએ યુક્રેનનાં ડોનેટ્સ્ક પ્રદેશમાં ઝોરિયા નામકનાં કસબા ઉપર કબ્જો કરી લીધો છે. આ સાથે જ યુક્રેનનાં આશરે 20 ટકા જેટલા મોટા વિસ્તાર ઉપર રશિયાને નિયંત્રણ સ્થાપિત કરી નાખ્યું છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં રશિયાની સેનાએ 112000 ચોરસ કિ.મી.થી અધિક જમીન ઉપર પોતાનો કબ્જો જમાવી લીધો છે. આમાં ક્રીમિયા, ડોનેટસ્ક, લુહાન્સ્ક, ખેરસાન અને ઝોપોરિઝ્ઝિયાનાં મોટા વિસ્તારો સામેલ છે. આ ભૂભાગ યુક્રેનનાં કુલ ક્ષેત્રફળનાં આશરે પાંચમા ભાગ જેટલો થવા જાય છે.

રશિયાની સેનાને મળેલી આ સફળતા કોઈ અચાનક બનેલી ઘટના નથી. ધીમી અને મક્કમ ગતિએ રુસી સેનાએ યુક્રેનમાં પોતાની પકડ મજબૂ‰ત બનાવી છે. ઝોરિયા જેવા નાના શહેરો ઉપર કબ્જો તેની આ રણનીતિનો જ એક ભાગ છે. ખેરસાન અને ખારકીવ જેવા ક્ષેત્રમાં યુક્રેનને વળતી કામિયાબી મળેલી પણ ધીરે ધીરે એ વિસ્તારો તેને પાછા ગુમાવવાનો વારો આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક