• ગુરુવાર, 19 જૂન, 2025

ઈઝરાયલી દળોએ ગ્રેટાને ગાઝા પહોંચવા ન દીધી

અધવચ્ચેથી અટકાયતમાં લઈને ઈઝરાયલી નૌસેના થનબર્ગ સહિતનાં કાર્યકરોને ઈઝરાયલ લઈ ગઈ

નવી દિલ્હી, તા. 9: પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગને લઈ જતા જહાજને ઈઝરાયલી સેના દ્વારા ગાઝા જતા અટકાવી દેવામાં આવ્યું છે. ઇઝરાયેલી દળોએ તેની નૌકાને અધવચ્ચેથી રોકી હતી અને હવે તેને ઇઝરાયલ પણ લઈ જવામાં આવી રહી છે. આ જહાજમાં થનબર્ગ સહિત 11 લોકો સવાર હતા. મેડલાઇન નામનું આ જહાજ ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન દ્વારા સંચાલિત માનવતાવાદી સહાય ગાઝા લઈ જઈ રહ્યું હતું. 

જેરુસલેમ પોસ્ટ અનુસાર, મેડલાઇનના સંચાલકોને ટેલીગ્રામ દ્વારા જણાવ્યું હતું કે, આઇ. ડી. એફ. સવારે લગભગ 3 વાગ્યે પહોંચી ગયું હતું. બોર્ડ પરના તમામ લોકોની કથિત રીતે ધરપકડ કરવામાં આવી છે અને ઇઝરાયેલી નૌકાદળ જહાજને અશદોદ બંદર પર લઈ જઈ રહ્યું છે. અગાઉ, આઇ.ડી.એફ.એ અંદાજ લગાવ્યો હતો કે જહાજ ઇઝરાયેલી પ્રદેશમાં લગભગ એક કલાક વહેલું પહોંચશે. અહેવાલ મુજબ, ઇઝરાયેલી નૌકાદળે પણ કથિત રીતે મેડલિનનો સંપર્ક કર્યો હતો અને તેને માર્ગ બદલવાની સૂચના આપી હતી.   ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ આબોહવા કાર્યકર ગ્રેટા થનબર્ગ અને અન્ય કાર્યકર્તાઓને ગાઝા પટ્ટી સુધી પહોંચતા રોકવાની ચેતવણી પણ આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક