ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી પછી વિરોધ ભભૂકી ઉઠયો : 2000 ગાર્ડ તૈનાત કરાયા
લોસ
એન્જલસ, તા.9 : અમેરિકાના લોસ એન્જલસમાં ફેડરલ
ઇમિગ્રેશન અધિકારીઓ અને દેખાવકારો વચ્ચે સતત બીજા દિવસે હિંસક અથડામણો થઈ હતી. વણસતી
જતી સ્થિતિને કાબૂમાં લેવામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડના 2,000 સૈનિકો
તૈનાત કર્યા હતાં. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ ઇમિગ્રેશન
સંબંધિત શ્રેણીબદ્ધ હાઇ-પ્રોફાઇલ દરોડા પાડયા પછી લોસ એજન્સેલમાં વિરોધ ભભૂકી ઉઠયો
હતો અને દેખાવકારો રસ્તા પર આવી ગયા હતાં. રવિવારે સવારથી નેશનલ ગાર્ડના સૈનિકો લોસ
એન્જલસ આવવા લાગ્યાં હતાં. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે શહેરમાં વધતી જતી અરાજકતાને કાબૂમાં લેવા ઓછામાં
ઓછા 2,000 નેશનલ ગાર્ડ સૈનિકોને 60 દિવસ માટે તૈનાત કરવામાં આવશે.
અમેરિકાના
સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે એક્સ પરની એક પોસ્ટમાં ચેતવણી આપી હતી કે જો હિંસા ચાલુ
રહેશે તો મરીન સૈનિકોને પણ તૈનાત કરાશે.કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે નેશનલ
ગાર્ડને તૈનાત કરવાના ટ્રમ્પના નિર્ણયની ટીકા કરીને તેને ઈરાદાપૂર્વકનું ઉશ્કેરણીજનક
પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ફેડરલ સરકાર કેલિફોર્નિયા નેશનલ ગાર્ડનો
કબજો લઈ રહી છે અને લોસ એન્જલસમાં 2,000 સૈનિક તૈનાત કરી રહી છે. તેનું કારણ સુરક્ષા
જવાનોની અછત નથી, પરંતુ ટ્રમ્પ સરકાર તમાશો કરવા ઇચ્છે છે. શહેરના વધુ એક વિસ્તાર પેરામાઉન્ટમાં
શનિવારે દેખાવો થયા હતાં. દેખાવકારોએ કઅમાંથી ઈંઈઊને બહાર કાઢો જેવા સૂત્રોચ્ચાર કર્યા
હતાં. ફેડરલ એજન્ટોએ દેખાવકારોને વિખેરી નાંખવા માટે માટે ટીયર ગેસ અને ધલેશ-બેંગ ગ્રેનેડનો
ઉપયોગ કર્યે હતો. વિરોધીઓ મેક્સીકન ધ્વજ લહેરાવતા પણ જોવા મળ્યાં હતાં. દેખાવકારોએ
એક વ્યસ્ત ચાર રસ્તા પર એક કારને આગ ચાંપી દીધી હતી. મોટરબાઈક પર સવાર એક વ્યક્તિ ઝડપથી
દોડતા ફેડરલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.