• ગુરુવાર, 19 જૂન, 2025

સોનમ જ બેવફા ! રાજા મર્ડર કેસમાં મોટો ખુલાસો

શિલોંગમાં હનીમૂનની જીદ, પછી કરાવી પતિની હત્યા : સોનમ રઘુવંશી ખુદ આ કાવતરામાં સામેલ હતી

ઇન્દોર, તા.9: રાજા રઘુવંશીની હત્યાના મામલે એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સોનમ રઘુવંશી ખુદ આ કાવતરામાં સામેલ હતી અને તેણે હત્યારાઓ સાથે મળીને શિલોંગ જવાની યોજના બનાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજાની હત્યા બાદ સોનમ અને બાકીના આરોપી એક સાથે ટ્રેનથી પરત ફર્યા હતા. આ આખી યોજના પહેલાથી જ નક્કી હતી, જેનો હેતુ રાજાની હત્યાનો જ હતો. પોલીસે સોનમ અને બાકીના આરોપીઓ સાથે પૂછપરછ શરૂ કરી છે. જલ્દી જ તમામ પુરાવા અને નિવેદનોના આધારે હત્યાકાંડની આખી કહાણીનો ખુલાસો કરવામાં આવશે. આ મામલે પોલીસે ત્રણ લોકોને આરોપી બનાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીમાં વિક્કી ઠાકુર, આનંદ અને રાજ કુશવાહ સામેલ છે. પોલસ તપાસમાં જાણ થઇ કે, આ કાવતરાનો મુખ્ય માસ્ટર માઇન્ડ રાજ કુશવાહ હતો, જે સતત સોનમ રઘુવંશીના સંપર્કમાં હતો. કોલ ડિટેલ રેકોર્ડની મદદથી પોલીસે તેને ટ્રેસ કરી ઝડપી પાડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક