કોંગ્રેસની
માંગ : મધ્યસ્થીના અમેરિકી દાવા પર મોદી વલણ સ્પષ્ટ કરે : કોંગ્રેસ જૂઠાણું ફેલાવે
છે : રાજીવ
નવી
દિલ્હી, તા. 18 : મોદી અને ટ્રમ્પની વાતચીત બાદ વધુ એકવાર વાક્યુદ્ધ જામ્યું છે. કોંગ્રેસે
વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા, તો ભાજપે વિપક્ષ પર પલટવાર કર્યો હતો.
મોદી
સામે ચૂંટણી લડી ચૂકેલા ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે બુધવારે કહ્યું હતું
કે, ટ્રમ્પ અને મોદીની ટેલિફોનિક વાતચીત એ કંઇ એવો મુદ્દો જ નથી જેના પર ચર્ચા થાય.
અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાક સૈન્ય વડા આસિમ મુનિરને આમંત્રણથી વધારે શરમજનક કંઇ
જ ન હોઇ શકે, તેવું રાયે કહ્યું હતું.
ભાજપ
નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, કોંગ્રેસ લાગાતાર
જૂઠાણા ફેલાવે છે.
કોંગ્રેસ
શાસિત રાજ્યોમાં અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. આવા પ્રશ્નો પરથી ધ્યાન ભટકાવવાના પ્રયાસમાં
કોંગ્રેસ નેતાઓ સતત ખોટું બોલે છે, તેવા પ્રહાર તેમણે કર્યા હતા.
બીજીતરફ
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે વડાપ્રધાન મોદી સર્વપક્ષીય બેઠક બોલાવે તેવી માંગ કરી હતી.
વડાપ્રધાને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીના ટ્રમ્પ દ્વારા વારંવાર થતા દાવા પર
ભારતનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ તેવી માંગ જયરામે કરી હતી.