• રવિવાર, 13 જુલાઈ, 2025

એર ઈન્ડિયાએ છ દિવસમાં રદ કરી 66 ફલાઈટ

ડીજીસીએના કહેવા પ્રમાણે માપદંડોની તપાસના કારણે ફલાઈટ કેન્સલ થઈ

નવી દિલ્હી, તા. 18 : નાગરીક  ઉડ્ડયન નિયામક સંસ્થા ડીજીસીએના કહેવા પ્રમાણે 12 જૂન બાદથી એર ઈન્ડિયાએ અંદાજીત 66 ફલાઈટ કેન્સલ કરી છે. ડીજીસીએના કહેવા પ્રમાણે બોઈંગ 787 મોડલના વિમાનોની ફલાઈટ રદ કરવામાં આવી છે.

આ મોડેલ જ અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. ડીજીસીએએ કહ્યું છે કે બોઈંગ 787  ફલીટની તપાસ કરવામાં આવી છે, તેમાં ચિંતાજનક કારણ મળી આવ્યા નથી. આ તપાસના કારણે એર ઈન્ડિયાને ફલાઈટ કેન્સલ કરવી પડી છે.  ડીજીસીએ અનુસાર વર્તમાન સુરક્ષા માપદંડ જ મેન્ટેનન્સ સિસ્ટમ મળી આવી છે. એર ઈન્ડિયાને મેન્ટેનન્સ સંબંધિત પરેશાની મુદ્દે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા અને હવે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી લંડન જઈ રહેલી  ફલાઈટ 30 સેકન્ડ બાદ જ ક્રેશ થઈ હતી. જેમાં 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત જે હોસ્ટેલ ઉપર વિમાન ક્રેશ થયું તેમા ડઝનેક લોકો માર્યા ગયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025