• રવિવાર, 13 જુલાઈ, 2025

દેશને 100 EMU, 50 નમો ભારત ટ્રેનની સોગાત મળશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું એલાન : માનેસરમાં સૌથી મોટા ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન

નવી દિલ્હી, તા. 18 : હરિયાણાના માનેસરમાં દેશની  સૌથી મોટી ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ઘણી મહત્ત્વની ઘોષણા પણ કરી હતી. વૈષ્ણવે કહ્યું હતું કે, યાત્રી ટ્રેનોને અપગ્રેડ કરવા માટે 16 અને 20  કોચની 100  મેનલાઈન ઈએમયુ ટ્રેન શરૂ કરવામાં આવશે. જે  ઓછી દૂરીની યાત્રાને સરળ બનાવશે. આ માટે કાજીપેટમાં ફેક્ટરી બનાવવામાં આવી છે જ્યાં ટ્રેનનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ 50મો ભારત ટ્રેન તૈયાર કરાશે.  વૈષ્ણવે આગળ કહ્યું હતું કે, દેશભરમાં 1300 અમૃત સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાંથી 100 ડિસેમ્બર 2025 સુધીમાં અને 2026 સુધીમાં 500 સ્ટેશન તૈયાર થઈ જશે. રેલવે મંત્રીએ રેલવે ટિકિટ બુકિંગમાં સુધારાની પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, તત્કાળ ટિકિટોને બોટ્સ મારફતે બ્લોક કરવાની ફરીયાદોને દુર કરવામાં આવશે. આ માટે પહેલી જુલાઈથી માત્ર કેવાઈસી પૂરું કરનારા લોકોને જ તત્કાળ ટિકિટ બુક કરાવવાની મંજૂરી મળશે. ટિકિટ કાઉન્ટર ઉપર પણ ઓળખનું પ્રમાણે આપનારા લોકોને ટિકિટ મળી શકશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025