કનાનાસ્કિસ,
તા. 18 : કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત જી-7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અને ઇટાલીના તેમના સમકક્ષ જ્યોર્જિયો મેલોની
વચ્ચે મુલાકાત યોજાઈ હતી. મેલોનીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ‘શ્રેષ્ઠ’ છે અને
હું તેમના જેવી બનવાનો પ્રયાસ કરી રહી છું. આ વાતચીતમાં બંને નેતાએ ટકાઉપણું, ઊર્જા
અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સહયોગી પ્રયાસો માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. બંનેની આ મુલાકાતનો
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક
મીડિયા હેવાલ મુજબ, મોદી સાથે મુલાકાત વેળાએ મેલોનીએ કહ્યું હતું કે, તમે સર્વશ્રેષ્ઠ
છો, હું તમારા જેવી બનવાનો પ્રયત્ન કરું છું. મોદીએ સોશિયલ મીડિયા પર મેલોની સાથેની તેમની મુલાકાતનો
ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ભારતની ઇટાલી સાથે મિત્રતા વધુ મજબૂત થતી રહેશે, જેનો
આપણા લોકોને ઘણો ફાયદો થશે. બંને નેતાઓ વચ્ચેની વાતચીત ઇટાલી અને ભારત વચ્ચેના મહત્ત્વપૂર્ણ
રાજદ્વારી સંબંધોને પણ પ્રતાબિંબિત કરે છે.