• રવિવાર, 13 જુલાઈ, 2025

ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી સંપન્ન

કેરળની નિલાંબુર બેઠક ઉપર સૌથી વધારે 73.26 ટકા મતદાન થયું: 23મીએ પરિણામ

નવી દિલ્હી, તા. 19 : દેશના ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠક ઉપર ગુરૂવારે પેટાચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતની વિસાવદર બેઠક ઉપર 55.72, કડી બેઠક ઉપર 57.80 ટકા મતદાન થયું હતું. જ્યારે કેરળની નિલામ્બુર બેઠક ઉપર 73.26 ટકા, પંજાબની લુધિયાણા વેસ્ટ બેઠક ઉપર 51.33 ટકા અને પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક ઉપર 72.50 ટકા મતદાન થયું હતું. આ તમામ બેઠકનું પરિણામ 23 જુને જાહેર કરવામાં આવશે.

પંજાબની લુધિયાણા બેઠક ઉપર કોંગ્રેસે ભારત ભુષણ આશુ, ભાજપે જીવન ગુપ્તા, એસએડીએ પરૂપકર સિંહ ધુમ્મન અને આપે સંજીવ અરોડાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળના કાલીગંજમાં ટીએમસી ઉમેદવાર અલીફા અહેમદની ટક્કર ભાજપના આશીષ ઘોષ અને કોંગ્રેસના કાબિલ ઉદ્દીન શેખ સામેલ છે. કેરળની નીલાંબુર બેઠક ઉપર એલડીએફએ એમ સ્વરાજ, યુડીએફએ આર્યદાન શૌકત અને ભાજપે મોહન જોર્જને ઉમેદવાર બનાવ્યા છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી વિજેતા બન્યા હતા. જો કે જીત બાદ ભાજપના હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મુક્યો હતો. આ દરમિયાન ભુપત ભાયાણી આપ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હર્ષદ રીબડિયાએ અરજી પાછી ખેંચી હતી. જેના પરિણામે વિસાવદરમાં પેટાચૂંટણીનો રસ્તો સાફ થયો હતો. જ્યારે કડી વિધાનસભા બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થતા પેટાચૂંટણી યોજાઈ હતી.

કેરળના નીલાંબુર સીટ ઉપર પીવી અનવરે રાજીનામું આપતા સીટ ખાલી થઈ હતી. જ્યારે પંજાબની લુધિયાણા સીટ ઉપર ગુરપ્રીત બસ્સી ગોગીના નિધન, પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા સીટ ઉપરથી નસીરુદ્દીન અહમદના નિધનના કારણે સીટ ખાલી થઈ હતી અને પેટાચૂંટણી યોજાવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025