મોદી-કાર્નીના સંબંધો પાટે ચડાવવા માટે પ્રયાસો વચ્ચે સિક્રેટ એજન્સીનો અહેવાલ
ઓટાવા, તા. 19 : વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની કેનેડા વડાપ્રધાન માર્કકાર્નીની મુલાકાત બાદ કેનેડાની જ સિક્રેટ એજન્સી સીએસઆઇએસના
અહેવાલમાં ભારત પર દખલગીરીનો છીછરો આરોપ મુકાયો હતો. આ અહેવાલમાં આરોપ મુકાયો છે કે, ભારત ‘ટ્રાન્સનેશનલ’ એટલે કે સીમાપાર દમનમાં મુખ્યભૂમિકા
ભજવી રહ્યું છે.
ભારતીય અધિકારી અને કેનેડામાં મોજુદ તેમના એજન્ટો કેનેડી નેતાઓને પ્રભાવિત કરવાની
કોશિશો કરી રહ્યા છે તેવો આરોપ કેનેડાની એજન્સીએ મુક્યો હતો. આ અહેવાલમાં ચીનને કેનેડા માટે સૌથી મોટો ખતરો લેખવવા સાથે રશિયા,
ઇરાન અને પાકિસ્તાનનાં નામ પણ લેવાયા હતા. કેનેડી એજન્સીના અહેવાલમાં આરોપ મુકાયો હતો
કે, ખાલિસ્તાની ઉગ્રવાદી ભારતમાં હિંસા માટે કેનેડાનો ઉપયોગ કરે છે. ખાલિસ્તાની આતંકવાદીઓની
ગતિવિધિ કેનેડા અને તેના હિતો, સુરક્ષા માટે ખતરો બની રહી છે તેવું અહેવાલ નોંધે છે.
મોદી અને કાર્ની બે દેશના સંબંધોને ફરી સુધારીને
પાટે ચડાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભારત સામે કેનેડી એજન્સી દ્વારા
આંગળી ચિંધાઇ છે.