• રવિવાર, 13 જુલાઈ, 2025

ઈસ્લામની દુહાઈ દેનારું પાક. મુસ્લિમ દેશ ઈરાનની જ ખિલાફ જશે!

ઈરાન ઉપર હુમલો કરવા માટે પાક.નાં એરબેઝનો ઉપયોગ કરવા મુનીર અને ટ્રમ્પ વચ્ચે સોદાબાજી થયાની સંભાવના

નવી દિલ્હી, તા.20: જ્યારે પણ ભીંસમાં મૂકાય ત્યારે ઈસ્લામની દુહાઈ દઈને મદદની ભીખ માગતું પાકિસ્તાન વાસ્તવમાં ઈસ્લામનું પણ નથી. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાલમાં જ પાક.નાં સેનાધ્યક્ષ આસિમ મુનીરની વ્હાઈટ હાઉસમાં બેઠક થઈ હતી. નિર્ધારિત સમય કરતાં બે ગણી, બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બન્ને દેશ વચ્ચે એક સોદો એવો થયો હતો જેમાં ઈરાન ઉપર હુમલો કરવા માટે અમેરિકાને પાકિસ્તાની હવાઈક્ષેત્ર અને એરબેઝનો ઉપયોગ કરી શકવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આમ, પાકિસ્તાને દુનિયાનાં અન્ય એક મોટા મુસ્લિમ દેશ વિરુદ્ધ અમેરિકાને સૈન્ય મદદ કરવાનું પગલું ભર્યુ છે જે પાક. કેટલું નાપાક છે તેની સાબિતી આપી જાય છે.

ટ્રમ્પ-મુનીર વચ્ચેની બેઠકમાં ઈઝરાયલ-ઈરાન ઘર્ષણ, ભારત-પાક. તનાવ, અમેરિકા-પાક. વેપાર સહયોગ અને આતંકવાદ સહિતનાં અનેક વ્યૂહાત્મક વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અંગે પાક. સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બન્ને વચ્ચે ઈરાન-ઈઝરાયલ મુદ્દે ગહન ચર્ચા થઈ હતી. જ્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, પાક. ઈરાનને સારી રીતે જાણે છે. ત્યાં જે બની રહ્યંyં છે તેનાથી પાક. ખુશ નથી. પાકિસ્તાનનું નેતૃત્વ ઈઝરાયલથી પણ પરિચિત છે.

આ બેઠક વિશે ભારતનું આકલન એવું છે કે, અમેરિકાએ પાક. સાથે સંપર્ક ગાઢ બનાવ્યો તેનું કારણ ઈરાન સામે સંભવિત સૈન્ય અભિયાન માટે પાક.નાં હવાઈ ક્ષેત્ર અને એરબેઝનાં ઉપયોગની જરૂરિયાત હોઈ શકે છે. આનાં હિસાબે જ ટ્રમ્પ અને મુનીર વચ્ચેની મુલાકાતને આટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025