જનસભાને સંબોધન દરમિયાન બાબાસાહેબના અપમાન મુદ્દે લાલુને ઘેરવામાં આવ્યા
પટણા,
તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ફોટો ફ્રેમનું પોતાના
જન્મદિવસે અપમાન કરવા બદલ આરજેડીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને
ઘેર્યા હતા. વાદળી રંગના ગમછો પહેરીને આવેલા પીએમ મોદીએ સીવાનની એક સભામાં કહ્યું હતું
કે આવા લોકો દરેક પગલે બાબાસાહેબનું અપમાન કરતા રહે છે. આ મુદ્દે માફીની વધતી માગની
ચર્ચા કરતા મોદીએ કહ્યું હતું કે આ લોકો ક્યારેય માફી નહી માગે. તેમના મનમાં દલિત,
મહાદલિત, પછાત અને અતિ પછાત વર્ગ માટે કોઈ સન્માન નથી.
સંબોધનમાં
મોદીએ કહ્યું હતું કે, તેઓ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, પણ ફાનસ અને પંજાવાળા કહે
છે પરિવારનો સાથ, પરિવારનો વિકાસ. પોતાના પરિવારના હિત માટે આવા લોકો દેશના, બિહારના
લોકોનું અહિત કરવામાં ચૂકતા નથી. બાબાસાહેબ આંબેડકર પણ આવી રીતની રાજનીતિના વિરોધમાં
હતા. આ જ કારણથી દરેક પગલે બાબાસાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે.