• રવિવાર, 13 જુલાઈ, 2025

ઈરાનની હિફાજત કરશે રશિયા-ચીન !

            ઈરાન યુદ્ધમાં ઈઝરાયલ અને અમેરિકા માટે આચકારૂપ ઘટનાક્રમ : ચીન અને રશિયાનો યુનાઈટેડ ફ્રન્ટ રચવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા.21: ઈરાન ઉપર ઈઝરાયલ અને અમેરિકા બેવડો પ્રહાર કરે તેવી ભીતિ વચ્ચે હવે રશિયા અને ચીને પણ જવાબી મોરચો ખોલ્યો છે અને ઈરાનની હિફાજત માટે યુનાઈટેડ ફ્રન્ટ- સંયુક્ત મોરચો બનાવવાની ઘોષણા કરી દીધી છે.

ઈરાન સામે ઈઝરાયલની લડાઈમાં અમેરિકા પણ સક્રિય થવાની કોશિશ કરી રહ્યું છે અને ઈરાન ઉપર આ જોખમ ઓછું કરવા માટે હવે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે આહ્વાન કર્યુ છે.

ચીન અને રશિયાનાં નેતાઓ વચ્ચે ટેલિફોન ઉપર વાતચીત દરમિયાન ઈઝરાયલની કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાનૂન અને સંયુક્તરાષ્ટ્ર અધિકારપત્રનું ઘોર ઉલ્લંઘન ગણાવવામાં આવી હતી. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનાં રાષ્ટ્રપતિની હત્યાની ધમકીઓ આપવા સુધી આક્રમકતા દેખાડયા બાદ જિનપિંગ અને પુતિને વાત કરી હતી.

ઈરાનમાં ચીનનાં માલવાહક વિમાનો શત્ર સરંજામો સાથે ઉતર્યાનાં અહેવાલો વચ્ચે આ સમાચાર આવ્યા છે કે, પુતિન અને જિનપિંગ હવે ઈરાનની રક્ષા કરવાનું બીડું ઝડપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચીન લાંબા સમયથી મધ્યપૂર્વમાં અશાંતિ માટે અમેરિકાને જવાબદાર ઠરાવતું આવ્યું છે. બીજીબાજુ રશિયા માટે ઈરાન અત્યંત મહત્ત્વપૂર્ણ દેશ છે. તેથી જ રશિયાએ સામે ચાલીને ઈઝરાયલ સાથેનાં તેનાં ઘર્ષણમાં મધ્યસ્થતાની ઓફર પણ કરી હતી. જેને ટ્રમ્પે નકારી દીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025