• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

મહિલાએ સડકની માગ કરી : સાંસદે કહ્યું, પ્રસૂતિની તારીખ કહો, હોસ્પિટલ પહોંચાડી દેશું

નવી દિલ્હી, તા.11: સત્તાનાં મદમાં નેતાઓનો એલફેલ વાણીવિલાસ ઘણીવાર મર્યાદાઓ લાંઘી જતો હોય છે અને આવું જ મધ્યપ્રદેશની એક મહિલાએ સડક બનાવવાની માગણી કરી તેની સામે ભાજપનાં સાંસદ રાજેશ મિશ્રાએ કર્યુ છે. મિશ્રએ કહ્યું હતું કે, આ મહિલા પોતાની પ્રસૂતિની તારીખ પણ જણાવે, તેને ઉપડાવીને હોસ્પિટલમાં પણ ભર્તી કરાવી દેશું. અમારી પાસે બધી જ વ્યવસ્થા છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનાં સીધી જિલ્લામાં રસ્તો બનાવવા માટે સોશિયલ મીડિયા ઉપર સક્રિય રહેતી લીલા સાહુનાં વાયરલ વીડિયો ઉપર પ્રતિક્રિયા આપતા ભાજપનાં સાંસદ રાજેશ મિશ્રાએ આવી અણછાજતી ટિપ્પણી કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક