• શનિવાર, 14 માર્ચ, 2026

ભારતમાં નુકસાન થયાની એક તસવીર તો દેખાડો : ડોભાલ

ઓપરેશન સિંદૂર મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ફેંક્યો ખુલ્લો પડકાર

નવીદિલ્હી, તા.11: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. તેમણે આજે એક કાર્યક્રમ દરમિયાન પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ જ નુકસાન થયું નથી. બીજીબાજુ ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ ઉપર સટીક ચોટ કરી છે.

આઈઆઈટી મદ્રાસનાં એક કાર્યક્રમમાં પહોંચેલા ડોભાલે કહ્યું હતું કે, આખું ઓપરેશન સિંદૂર પૂરું થવામાં ફક્ત 23 મિનિટ લાગી હતી. તમે મને એક તસવીર બતાવી દો જે ભારતમાં કોઈ નુકસાન થયું હોવાનું દેખાડે. ન્યૂયોર્ક ટાઈમ્સને અન્ય માધ્યમો લખે છે પણ તસવીરો દેખાડે છે કે, 10મી મે પહેલા અને પછી પાકિસ્તાનમાં 13 એરબેઝની હાલત શું હતી? આ કાર્યવાહીમાં બ્રહ્મોસથી લઈને રડાર સુધી આપણે સંપૂર્ણપણે સ્વદેશી સામાનનો ઉપયોગ કર્યો હતો, જેનો ગર્વ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક