• ગુરુવાર, 12 માર્ચ, 2026

પહેલી ક્લોન ગાયે વાછરડાને જન્મ આપ્યો

એનડીઆરઆઈના વૈજ્ઞાનિકોની ઐતિહાસિક સિદ્ધિ : ડેરી શ્રેત્રે ક્રાંતિ આવશે

કરનાલ, તા.1પ : ભારતની પહેલી કલોન ગિર ગાય ગંગાના ભ્રૂણમાંથી એક વાછરડાનો જન્મ થયો છે. એનડીઆરઆઈના વૈજ્ઞાનિકોએ દેશના દુગ્ધ ક્ષેત્રે મોટી સિદ્ધી હાંસલ કરી છે. રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન કરનાલે પહેલીવાર ક્લોનિંગ ટેકનિકથી તૈયાર કરાયેલી ગાય ગંગાના અંડાણુઓથી અન્ય માદા પશુએ સ્વસ્થ વાછરડાને જન્મ આપ્યો છે.

આ સફળતાએ પશુ પ્રજનનમાં મલ્ટીપ્લિકેશન એટલે કે એક જ ઉચ્ચ નસ્લની ગાયથી અન્ય ઘણાં પશુઓના જન્મ કરાવવાનો રસ્તો ખોલ્યો છે. હવે એક ગાયના ગુણોને અનેક પશુઓમાં મેળવી શકાશે જેથી દેશના ડેયરી સેક્ટરમાં ન માત્ર દૂધનું ઉત્પાદન વધશે પરંતુ સારી નશ્લોમાં ક્રાંતિ પણ આવશે. એનડીઆરઆઈના નિર્દેશક ડો.ધીર સિંહે જણાવ્યું કે ભારત દુનિયામાં દૂધ ઉત્પાદનમાં નં.1 છે. પરંતુ પ્રતિ પશુ દૂધ ઉત્પાદકતાની સરેરાશ હજુ ખુબ ઓછી છે. ભારતમાં એક ગાય સરેરાશ દિવસમાં 3.ર કિલો દૂધ આપે છે જે અમેરિકામાં ર7 કિલો સુધી છે. જે અંતર ઘટાડવા વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરી રહયા છે.

ડો.ધીર અનુસાર 16 માર્ચ ર0ર3ના રોજ એનડીઆરઆઈમાં ડો.નરેશ સેલોકર અને ડો.મનોજકુમાર સિંહની ટીમે કલોન ટેકનીકથી દેશની પહેલી ગિર નસ્લની ગાય ગંગાને જન્મ આપ્યો હતો. ગંગા સંપૂર્ણ સ્વસ્થ રહી અને તેનો વયવહાર, દૂધ ઉત્પાદકતા અને જૈવિક ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવતી હતી. ગંગાને 18 મહિનાની ઉંમરમાં જ હીટિંગની સ્થિતિ આવી અને તેનામાંથી પ0 અંડાણું મેળવવામાં આવ્યા. જેમાંથી 1ર ભ્રૂણ સફળતાપૂર્વક વિકસિત થયા અને તેને પાંચ અન્ય પ્રજાતિની ગાયોમાં પ્રત્યારોપિત કરાયા હતા. પરિણામ સ્વરુપ એક શાહીવાલ ગાયે ગિર નસ્લના વાછરડાને જન્મ આપ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક