બેંગ્લોર, તા. 18 : સોશિયલ મીડિયા કંપની મેટાએ મોટી ભૂલ કરતાં ‘કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નિધન’ તેવું લખી નાખ્યું હતું. જો કે, સિદ્ધારમૈયાએ નારાજગી દર્શાવ્યા બાદ ભૂલ પર મેટાએ માફી માગી હતી. હકીકતમાં કર્ણાટકના મુખ્ય મંત્રીએ ફેસબુક પર અભિનેત્રી બી. સરોજાદેવીનાં નિધન બાદ શોક સંદેશ પોસ્ટ કર્યો હતો. એ પોસ્ટ કન્નડ ભાષામાં હતી. અંગ્રેજીમાં અનુવાદ પર ક્લિક કરતાં કર્ણાટકના સીએમનું નિધન થઇ ગયું છે, તેવું લખેલું આવ્યું હતું. સિદ્ધારમૈયાએ પત્ર લખીને નારાજગી વ્યક્ત કર્યા બાદ મેટાના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે ખામી દૂર કરી દીધી છે અને આ ભૂલ બદલ ખેદ છે.